પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. આજે જ કેદારનાથના કપાટ ખુલ્યા અને દર્શન કરનારા મોદી પહેલા વ્યક્તિ બન્યા. પીએમના દેહરાદૂન પહોંચતા પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, રાજ્યપાલ કેકે પોલ સહિત અનેક કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય સાંસદે જૉલી ગ્રાંટ એયરપોર્ટ પર તેમનુ સ્વાગત કર્યુ. 8.50 પર મંદિરના કપાટ ખુલવા દરમિયાન ત્યા હાજર બીજા શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ પરેશાની ન થાય. સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજ પણ મંગળવારે કેદારનાથ પહોંચ્યા અને પીએમના પ્રવાસ પર બધી વ્યવસ્થાઓની તપાસ કરી.
પીએમનું કેદારનાથ શિડ્યુલ
વડાપ્રધાન કેદારનાથપ પહોંચીને 20 મિનીટના આરામ બાદ અંદાજે એક કલાક મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને ત્યાર બાદ 10.10 કલાકે હરિદ્વાર પતંજલી યોગપીઠ જવા રવાના થશે. ત્યાં તેઓ એક કલાક રોકાશે, જેમાં પતંજલિના હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.