વારાણસીમાં સતત ત્રીજા દિવસે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા શો ચાલી રહ્યો છે. આ પહેલા પડાવમાં પીએમ મોદીનો કાફલો સવારે સાઢા દસ વાગ્યે ગઢવા આશ્રઁમ પહોચ્યો. પીએમ મોદી અહી આશ્રમના ગુરૂ શરણાનંદને મળ્યા. મોદીએ અહી ગૌશાળામાં ગાયોને કેળા અને ચારો ખવડાવ્યો. આશ્રમ પહોંચતા જ મોદીનું ત્યા હાજર લોકોએ માળા પહેરાવીને સ્વાગત કર્યુ. ત્યારબાદ પીએમ મોદી શાસ્ત્રી ચોક પગપાળા જ શાસ્ત્રીના ઘરે જશે.
અંતિમ સમયની જે 40 સીટો પર વોટિંગ થવાની છે તેના પર વર્ષ 2012માં 40માંથી એસપીને 23 બીએસપીને પાંચ અને બીજેપીને ચાર કોંગ્રેસને 3 સીટો અને અન્યને પાંચ સીટો મળી હતી. આ વખતે ચૂંટણીમાં અખિલેશ સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે. બીજી બાજુ વિરોધી તેમને સત્તામાંથી હટાવવાની કોશિશમાં લાગ્યા છે. ખાસ કરીને વારાણસીમાં પીએમ મોદીની સાખનો સવાલ છે. તેથી મોદીની સાથે સાથે તેમના સેનાપતિ પણ સતત ત્યા કૈપ કરી રહ્યા છે.
11 માર્ચના રોજ આવશે પરિણામ
ઉત્તર પ્રદેશના વારાણસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર છે. અંતિમ ચરણમાં પૂર્વાચલની 40 સીટો પર 8 માર્ચના રોજ મતદાન થશે. યૂપીમાં આ વખતે બીજેપી, એસપી-કોંગ્રેસ, બીએસપી વચ્ચે જોરદાર ટક્કર છે. યૂપી વિધાનસભા ચૂંટણીના બધા પરિણામો 11 માર્ચના રોજ આવશે.