અધિકારીઓના કામથી નારાજ પીએમ મોદી પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા

શનિવાર, 14 જાન્યુઆરી 2017 (12:31 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઈને સખત માનવામાં આવે છે. કામમાં તેઓ કોઈપણ પ્રકારની ઢીલ પસંદ કરતા નથી. તેથી તેમણે કામમાં ડૂબ્યા રહેનારા કહેવામાં આવે છે. પણ સમાચાર છે કે પીએમ મોદી વિવિધ વિભાગોના સચિવોના કામથી ખુશ નથી. જાણવા મળ્યુ છે કે પીએમ મોદી અધિકારીઓની આધી-અધૂરી તૈયારીઓથી નારાજ થઈને પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. 
 
એક અખબારના અહેવાલ અનુસાર, પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પ્રેઝન્ટેશનમાં વધુ મહેનત કરવાનું કહ્યુ હતું.
 
મોદી પ્રેઝન્ટેશનને અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. આ વર્તન અસામાન્ય હતું. મોદીએ કૃષિ અને તેના સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. ગયા સપ્તાહમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શહેરી વિકાસના સચિવો સાથેની બેઠકમાં પણ મોદી અધવચ્ચેથી ચાલ્યા ગયા હતા.

વેબદુનિયા પર વાંચો