PM Modi Kashmir Visit - શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 પર બોલતા તેમણે કહ્યું કે, 'આર્ટિકલ 370થી કોઈ ફાયદો થયો નથી. જમ્મુ-કાશ્મીરને વર્ષો સુધી સાંકળો બાંધીને રાખવામાં આવ્યું હતું. આજે 370 નથી, તેથી યુવાનોની પ્રતિભાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજે દરેકને સમાન અધિકારો અને સમાન તકો છે.
'આજે વાલ્મિકી સમાજને મત આપવાનો અધિકાર મળ્યો છે. વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. પહાડી જ્ઞાતિ સમુદાય, ગડ્ડા બ્રાહ્મણ અને કોળી સમુદાયનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારમાં અન્ય પછાત વર્ગને પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનામત આપવામાં આવી હતી.