PM મોદી અને શાહે રાજ્ય અધ્યક્ષોને સોંપ્યા વાજપેયીના અસ્થિ કળશ, દેશભરમાં નીકળશે યાત્રા

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (12:22 IST)
ભાજપા આજે આખા દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાઢી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અશોક રોડ સ્થિત ભાજપા કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં બધા રાજ્યોના ભાજપા અધ્યક્ષને અસ્થિ કળશ સોપી. આ કાર્યક્રમમાં પીએમ મોદી ભાજપા અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, સંગઠન મંત્રી રામલાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના નેતા હાજર હતા. વાજપેયીની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અ ને પરિવારના અન્ય લોકો પણ હાજર હતા. બધા ભાજપા અધ્યક્ષ પોત પોતાના રાજ્યોમાં વાજપેયીની અસ્થિયોના કળશ લઈ જશે. 
 
દરેક રાજ્યમાં અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે.  પૂર્વ પ્રધાનમંત્રીની આ કળશ યાત્રા માટે રાજધાનીઓ, જીલ્લા અને તાલુકામાં પણ અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપાના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે પાર્ટીના દરેક સિપાહી અને દેશના દરેક નાગરિક કાળજયી વ્યક્તિત્વ વાજપેયીજીને સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માંગે છે. આ ક્રમમાં પાર્ટીએ દેશના બધા રાજ્યોમાં દિવંગત વાજપેયીજીની અસ્થિ કળશ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.  જેથી રાષ્ટ્ર પોતાના મહાન સપૂતને શ્રદ્ધા સુમન અર્પિત કરી શકે.  અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા દેશના બધા રાજ્યોમાં આદર અને શ્રદ્ધા સાથે કાઢવામાં આવશે અને રાજ્યની બધી પવિત્ર નદીઓમા પૂર્ણ વિધિ વિધાન સાથે  અસ્થિયો વિસર્જિત કરવામાં આવશે. 
 
 
વાજયેપીની અસ્થિયો દેશની 100થી વધુ નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટના રોજ હરિદ્વાર માં અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ દરેક પૌડીમાં ગંગામાં વાજપેયીની અસ્થિઓ પ્રવાહિત કરવામાં આવી હતી.  આ દરમિયાન વાજપેયીના પરિજનો સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સહિત અનેક ગણમાન્ય લોકો હાજર હતા. આ પહેલા ઈંદિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમના કે.ડી જાઘવ સભાગારમાં વાજપેયીની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.  જેમા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સહિત દેશના બધા રાજનીતિક દળો અને સામાજીક અને ધાર્મિક સંગઠનોના વરિષ્ઠ સભ્યોએ વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર