દંતેવાડામાં ખડકનો એક ભાગ પડતા, ચાર મજૂરોના મોત... બચાવ કામગીરી ચાલુ
બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (08:05 IST)
-ખાણમાં ખડકનો એક ભાગ પડતાં ચાર મજૂરોના મોત
-એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્ય
-વધુ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
Chhattisgarh- છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના કિરંદુલ વિસ્તારમાં એક ખાણમાં ખડકનો એક ભાગ પડતાં ચાર મજૂરોના મોત થયા છે. જિલ્લા કલેક્ટર, મયંક ચતુર્વેદીએ કહ્યું કે કિરંદુલ પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે અને આશંકા છે કે વધુ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. મૃતકોમાં ત્રણ કોલકાતાના અને એક મજૂર બિહારનો હોવાનું કહેવાય છે.