Pariksha Pe Charcha 2024 - પરીક્ષામાં ટેન્શનથી કેવી રીતે દૂર રહેવુ, પીએમ મોદી આપી રહ્યા છે ટિપ્સ

સોમવાર, 29 જાન્યુઆરી 2024 (11:19 IST)
pariksha par chrcha
- વર્ષ 2018થી પરીક્ષા પર ચર્ચા પોગ્રામની શરૂઆત થઈ હતી
- 2 કરોડથી વધુ લોકોએ કરાવ્યુ રજીસ્ટ્રેશન
-  પરીક્ષા પર ચર્ચાની લોકપ્રિયતા વધી રહી છે 
 
PPC 2024: બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને આ પહેલા PM Narendra Modi આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ વર્ષ પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે, તેનુ આયોજન દિલ્હીના ભારત મંડપમા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી (PM Modi) દ્વારા વર્ષ 2018થી પરીક્ષા પર ચર્ચા પોગ્રામની શરૂઆત થઈ હતી. પરીક્ષા પર થનારી આ ચર્ચા હવે દેશ જ નહી પણ દુનિયાભરના સ્ટુડેંટ્સની વચ્ચે પણ લોકપ્રિય થઈ રહી છે.


2 કરોડથી વધુ સ્ટુડેંટ્સે કરાવ્યુ રજીસ્ટ્રેશન 
પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમમાં શરૂ થઈ ગયો છે. આ વર્ષે પીએમ મોદી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ વર્ષે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની બધી વિશ્વવિદ્યાલયોમાં લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. 

દર વર્ષ વધી રહી છે લોકપ્રિયતા 
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનુ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચાનુ આ સાતમુ સંસ્કરણ છે. તેની શરૂઆત તેમણે વર્ષ 2018એ કરી હતી. જ્યારબાદ દર વર્ષે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યો છે.  પરીક્ષા પે ચર્ચાની લોકપ્રિયતા હવે દર વર્ષે વધી રહી છે. જેનો અંદાજ આ માટે કરવેલ કરોડોની સંખ્યામાં રજીસ્ટ્રેશન પરથી લગાવી શકાય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર