22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારથી સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને શોધવાનું શરૂ કર્યું. હવે ભારતીય સુરક્ષા દળોને આ મિશનમાં મોટી સફળતા મળી છે. હુમલા પછી તરત જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SIT એ પુરાવા અને ગુપ્ત માહિતીના આધારે એક મોટું ઓપરેશન તૈયાર કર્યું
હાશિમ મુસા કોણ હતો?
હાશિમ મુસા લશ્કર-એ-તૈયબાનો સક્રિય અને ખતરનાક કમાન્ડર હતો. તેના માથા પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મુસા પાકિસ્તાની સેનાના સ્પેશિયલ ફોર્સનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો હતો. તેણે આતંક ફેલાવવા માટે ઊંડી તાલીમ લીધી હતી. આધુનિક શસ્ત્રો અને યુદ્ધ તકનીકોના નિષ્ણાત મુસાએ પહેલગામ હુમલાની સમગ્ર યોજના તૈયાર કરી હતી.
પાકિસ્તાનથી તાલીમ મળી હતી
અહેવાલ મુજબ, મુસાએ પાકિસ્તાનમાં ખાસ આતંકવાદી તાલીમ લીધી હતી. તે લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.