કાશ્મીરી યુવકને જીપ સાથે બાંધનારા મેજરનુ સેનાએ કર્યુ સન્માન

મંગળવાર, 23 મે 2017 (11:41 IST)
કાશ્મીરના બડગામમાં એક વ્યક્તિને જીપ સાથે બાંધનારા સેનાના મેજરને આતંકવાદ વિરોધી અભિયાનમાં નિરંતર પ્રયાસ કરવા માટે આર્મી ચીફ બિપિન રાવતે સન્માન કર્યુ છે. 
 
મેજર નિતિન ગોગોઈને આતંકવાદ નિરોધી કાર્યવાહી માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કૉમન્ડેશનથી સન્માનિત કરવામાં આવ્યા છે.  ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ ગોગોઈ એ સમયે ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક સ્થાનીક યુવકને જીપ સાથે બાંધવાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 
 
તાજેતરમાં જ આર્મી ચીફ બિપિન રાવત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર હતા. એ સમયે ગોગોઈને આ સન્માન આપવામાં આવ્યુ. જો કે ઘણા બધા રક્ષા માહિતગારોએ આ પગલાની એવુ કહીને પ્રશંસા કરી કે તેનાથી ઘાટીમાં હિંસા કાબૂ કરવામાં મદદ મળી. 
 
આગળ કહેવામાં આવ્યુ કે સામાન્ય રીતે પત્થરબાજી થતા સેનાને બળ પ્રયોગ કરવો પડે છે. આ પગલાથી કોઈ હિંસાના પત્થરબાજોનો સામનો કરવામાં મદદ મળી. 
 
તો બીજી બાજુ સેનાએ જણાવ્યુ કે જે પરિસ્થિતિમાં ગોગોઈએ આવો નિર્ણય લીધો, તેમા સામાન્ય રીતે સેનાને ફાયરિંગ કરવી પડે છે. પણ મેજરે સમજદારીનો પરિચય આપતા આ પગલુ ઉઠાવ્યુ. જેનાથી સેનાને ખૂબ મદદ મળી.  

વેબદુનિયા પર વાંચો