નોટબંધી - જૂની નોટને બેંકમાં જમા કરાવવા પર સરકારનો મોટો નિર્ણય

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (14:02 IST)
500 રૂપિયા અને 1000 રૂપિયાના જૂના નોટને બેંકમાં જમા કરાવવાની લઈને રિઝર્વ બેંક ઓફ ઈંડિયા (આરબીઆઈ)એ નવી શરત મુકી દીધી છે. હવે  જૂના નોટમાં 5000 રૂપિયાથી વધુની રકમ 30 ડિસેમ્બર સુધી એક ખાતામાં ફક્ત એકવાર જમા કરાવી શકો છો. જેના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે તેમણે બેંકને એ પણ બતાવવુ પડશે કે આ રકમ અત્યાર સુધી જમા કેમ નહોતી કરવામાં આવી. બેંક તેના જવાબથી સંતુષ્ટ હશે ત્યારે રકમ જમા કરવામાં આવશે. 
 
રિઝર્વ બેંક દ્વારા આજે રજુ અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે આજથી 30 ડિસેમ્બર સુધી એકવારમાં કે અઠવાડિયામાં 5 હજાર રૂપિયાથી વધુ મૂલ્યના પ્રતિબંધિત નોટ જમાકર્તાને પૂછપરછ પછી જ તેના ખાતામાં જમા કરાવી શકાશે. પૂછપરછ વખતે બેંકમાં ઓછામાં ઓછા બે અધિકારીએ હાજર રહેશે અને સમગ્ર પૂછપરછ ઑન રેકોર્ડ રહેશે. જમાકર્તાને એ પણ બતાડવુ પડશે કે તેંણે જૂના નોટ આ અગાઉ જમા કેમ ન કરાવ્યા. તેનો જવાબ સંતોષજનક હશે તો જ બેંક જમા સ્વીકાર કરશે. 
 
બેંકોને કહેવામાં આવ્યુ છે કે ભવિષ્યમાં ઑડિટને ધ્યાનમાં રાખતા જમાકર્તાના જવાબનો રેકોર્ડ રાખવામાં આવે. કેન્દ્રીય બેકિંગ પ્રણાલીમાં તેના ખાતા સાથે આ  આશયનો સંકેટક સંલગ્ન કરી દેવામાં આવે.  સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે કોઈપણ વ્યક્તિ હવે પાંચ હજાર રૂપિયાથી કધુ રકમ એક જ વાર બેંકમાં જમા કરાવી શકશે. પાંચ હજાર રૂપિયા સુધી જમા કરાવવા પર પ્રતિબંધ નહી રહે. પણ જુદા જુદા હપ્તામાં જમા કરાવેલ રકમનુ કુલ મૂલ્ય જેવુ જ પાંચ હજાર રૂપિયાથે વધુ હશે એ ખાતામાં આગળ કોઈ રાશિ જમા નહી કરાવી શકાય. 
 

વેબદુનિયા પર વાંચો