NISAR Launching- નિસારનું આજે લોન્ચિંગ, વિશ્વનું સૌથી મોંઘુ મિશન પૃથ્વીનો નકશો બનાવશે
NISAR Launching- અવકાશની દુનિયામાં આજે વધુ એક ઇતિહાસ રચાશે. આજે વિશ્વનું સૌથી મોંઘુ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) મિશન લોન્ચ કરવામાં આવશે. ISROના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે
આ મિશન આજે સાંજે 5:40 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F16 રોકેટથી લોન્ચ થવાનું છે. 'NISAR' મિશન ગયા વર્ષે લોન્ચ થવાનું હતું, પરંતુ એન્ટેના ફેલિયરને કારણે તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું.
NISAR મિશન એ યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) નો સંયુક્ત પ્રોજેક્ટ છે. આ મિશન હેઠળ લોન્ચ થનારા ઉપગ્રહને પૃથ્વીથી 747 કિલોમીટર ઉપર પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષા (LEO) માં મૂકવામાં આવશે અને આ મિશન 3 વર્ષ સુધી કામ કરતું રહેશે.