બેંગલુરો રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલામાં એકની ધરપકડ NIA કરી રહી પૂછપરછ

બુધવાર, 13 માર્ચ 2024 (16:07 IST)
એક માર્ચને રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો એક જેમાં એક માણસની મોત થઈ હતી. જ્યારે આશરે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલા પણ શામેલ હતી. આ ઘટનાની તપાસની જવાબદારી NIA ને સોંપવામા આવી છે. NIA એ એક શંકાસ્પદને ધરપકડ કરી લીધી છે જેની પૂછપરછ કરાઈ રહી છે. 
 
કર્નાટકની રાજધાની બેંગલુરૂમાં રામેશ્વરમ કેફેમાં થયેલ બ્લાસ્ટના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજંસી  (NIA) ને મોટી સફળતા મળી છે. NIA ની ટીમના ધમાકાના શંકાસ્પદ આરોપીની ધરપકડમાં લઇ લીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદનું નામ શબ્બીર છે જેને કર્ણાટકના બેલ્લારી જિલ્લામાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ એ જ વ્યક્તિ છે કે જેનો ફોટો છે સીસીટીવીમાં કેદ થયો હતો. હાલ NIAની ટીમ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
 
એક માર્ચને રામેશ્વરમ કેફેમાં થયેલ બ્લાસ્ટ 
ગયા એક માર્ચને રામેશ્વર કેફે બ્લાસ્ટ થયો હતો જેમાં એક માણ્સની મોત થઈ ગઈ હતી જયારે આશરે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલા પણ શામેલ હતી. આ ઘટના પછી કેફે અને તેમની આસપાસ દોડભાગ થઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. બેંગલુરુ પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને વિસ્ફોટક ધારા હેઠળ કેસ નોંધ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર