હરિયાણામાં નવા સીએમ નાયબ સૈનીની સરકારનો ફ્લોર ટેસ્ટ, સૈની સરકારના સમર્થનમાં 52 ધારાસભ્ય

બુધવાર, 13 માર્ચ 2024 (13:10 IST)
Haryana Floor Test
હરિયાણામાં અનેક સરકારની રચના સાથે જ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની વિધાનસભામાં બહુમત સાબિત કરશે.  બીજી બાજુ સરકારથી જુદા થયા પછી આજે દુષ્યંત ચૌટાલા કોઈ મોટુ એલાન કરી શકે છે. 

 
હરિયાણામાં બીજેપીને લોકસભા ચૂંટણીના ઠીક પહેલા પ્રયોગ કરીને બધાને ચોંકાવી દીધા છે. બીજેપીએ હરિયાણામાં સાઢા 9 વર્ષથી સીએમ મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને કમાન સોંપી છે. આજે સીએમ નાયબ સિંહ સૈની વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે આ માટે હરિયાણા વિધાનસભાનો એક દિવસ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ છે.  સીએમ નાયબ સિંહ સૈનીએ રાજ્યપાલને 48 ધારાસભ્યોનુ સમર્થન પત્ર સોંપ્યુ છે. પણ હરિયાણામાં સીએમ બદલતા પહેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ નારાજ થઈ ગયા છે. તે પહેલા બીજેપીની મીટિંગ વચ્ચે છોડીને જતા રહ્યા અને પછી શપથ સમારંભમાં પણ પહોચ્યા નહી. 
 
દુષ્યંત ચૌટાલાની પાર્ટીમાં ભારે બગાવત 
 
હરિયાણામાં અચાનક થયેલા ફેરફાર પછી દુષ્યંત ચૌટાલાની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાર્ટીના ધારાસભ્યોએ દુષ્યંત વિરુદ્ધ બગાવત કરી દીધી છે. ગઈકાલે જેજેપી ગઠબંધનમાંથી બહાર થઈ ગઈ  હતી અને આજે જેજેપીના 5 ધારાસભ્યો ભાજપના સમર્થનમાં વિધાનસભા પહોંચ્યા છે. આજે હરિયાણાના નવા સીએમ નાયબ સિંહ સૈની વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવાના છે, જેના પર ચર્ચા ચાલી રહી છે. આજે વિધાનસભાના વિશેષ સત્રની શરૂઆત પહેલા દુષ્યંત ચૌટાલાએ વ્હીપ રજુ  કરીને તેમના ધારાસભ્યોને વિધાનસભામાં ગેરહાજર રહેવા જણાવ્યું હતું. આમ છતાં 5 ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા છે.
 
હરિયાણા વિધાનસભામાં  જો  સંખ્યાબળની વાત કરીએ તો આ સમયે વિધાનસભામાં .. 
 
- બીજેપીની પાસે સૌથી વધુ 41 ધારાસભ્ય છે 
- કોંગ્રેસ પાસે 30 જેજેપી પાસે 10 ધારાસભ્ય છે 
- INLDનો એક વધુ હરિયાણા લોકહિત પાર્ટીનો એક ધારાસભ્ય છે. 
- આ સાથે જ વિધાનસભામાં 7 નિર્દલીય ધારાસભ્ય પણ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર