દેશમાં લાગૂ થયો CAA, શુ હવે સીમા હૈદરને ભારતની નાગરિકતા મળશે કે નહી ?

મંગળવાર, 12 માર્ચ 2024 (15:33 IST)
- દેશમાં સીએએ લાગૂ થવા પર સીમા હૈદરે પીએમ મોદીને આપી શુભેચ્છા 
- સીમાએ ભારતીય નાગરિક સચિન મીણા સાથે કર્યા છે લગ્ન 
- CAA  હેઠળ ત્રણ દેશોમાંથી આવેલા પ્રવાસી હિન્દુઓને મળશે નાગરિકતા 
 
 નવી દિલ્હી. કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન બિલ 2019 લાગૂ કરવાની નોટિફિકેશન રજુ કરી દીધી છે. આ કાયદાને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે શુ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને પણ ભારતની નાગરિકતા મળશે ?
 
 
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 લાગૂ કરવાની નોટિફિકેશન રજુ કરી છે. આ કાયદાને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.  આ દરમિયાન એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે શુ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને પણ ભારતની નાગરિકતા મળશે ?  જેને લઈને પણ લોકો વાત કરી રહ્યા છે. આ દરમિયાન સીમાએ CAA લાગૂ કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સીમાએ CAA ની જાહેરાત થયા બાદ પોતાના પરિવાર સાથે તેનો ઉત્સવ મનાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા ગૈર મુસ્લિમ પ્રવાસીઓને દેશની નાગરિકતા આપવામાં આવશે.  આ કાયદાને લાગૂ થતા જ શરૂઆતમાં લગભગ 31 હજાર 313 લોકો ભારતની નાગરિકતાના હકદાર થઈ જશે 
 
કોણ છે સીમા હૈદર 
 
પાકિસ્તાનના સિંધ શહેરની રહેનારી સીમા હૈદર  13 મે 2023 ના રોજ નેપાળ થઈને તેના ચાર બાળકો સાથે ભારતમાં પ્રવેશી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 4 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના બોયફ્રેન્ડ સચિન મીનાની પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આશ્રય આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બંનેની ઘણી પૂછપરછ કરી. તેને 7 જુલાઈ, 2023ના રોજ સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા. સીમાએ દાવો કર્યો હતો કે તેણે સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા.
 
સીમાએ પીએમ મોદીને આપી શુભેચ્છા 
CAA લાગૂ થયા બાદ સીમાએ પીએમ મોદીને શુભેચ્છા આપી. તેમણે કહ્યુ કે અમને ખૂબ જ ખુશી છે. અમે ભારત સરકારને શુભેચ્છા આપીએ છીએ. પીએમ મોદીએ જે વચન આપ્યુ તેને પુરુ કર્યુ. 
 
સનસની બની ગઈ હતી સીમા 
ભારત આવ્યા પછી સીમા હૈદર સનસની બની ગઈ હતી. શરૂઆતમાં સીમાને પાકિસ્તાનની ગુપ્ત એજંસીની જાસૂસ બતાવવામાં આવી હતી. સુરક્ષા એજંસીઓએ સીમાની પૂછપરછ કરી હતી. જો કે પછી સીમાને છોડી દેવામાં આવી હતી.  સીમાએ સચિન સાથે નેપાળમાં લગ્ન કરવાનો દાવો કર્યો. તેણે કહ્યું  કે બંનેએ 13 માર્ચ 2023ના રોજ નેપાળમાં લગ્ન કર્યા હતા. સીમાના ભારત આવ્યાના થોડા દિવસો બાદ તેમના લગ્નની તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરમાં સીમાના માથામાં સિંદૂર, કપાળ પર બિંદી અને ગળામાં મંગળસૂત્ર છે. સચિન અને સીમાના ગળામાં વરમાળા પણ દેખાય છે. હાલમાં સીમાને પણ સચિનના પરિવારે દત્તક લીધી છે અને હવે તે સચિનની પત્ની તરીકે ભારતમાં રહે છે.
 
સીમાનુ શુ થશે 
 
સૌથી મોટો સવાલ છે કે શુ CAA હેઠળ સીમા હૈદરને નાગરિકતા મળશે. તો આ સવાલનો જવાબ છે નહી મળે. કારણ કે સીમા 2014થી પહેલા ભારત આવી નથી. બીજુ તે મુસલમાન છે. પ્રવાસી મુસ્લિમોને CAA હેઠળ નાગરિકતા મળી શકતી નથી. જો કે  સચિન સાથે લગ્ન બાદ તે હિન્દુ મહિલા તરીકે રહે છે પણ ન તો તે જન્મના આધાર પર હિન્દુ છે કે ન તો તે 2014 પહેલા ભારતમાં આવી હતી. તેથી આ કાયદા હેઠળ તેને નાગરિકતા મળી શકતી નથી. 
 
સીમાને આ રીતે મળશે નાગરિકતા 
હા સીમા હૈદરને નાગરિકતા મળી શકે છે. એ રીતે છે કે ભારતીય રીતિરિવાજ થી કરેલા લગ્ન.  આમ તો સીમાએ સચિન સાથે લગ્ન કરી લીધા છે. સચિન એક ભારતીય નાગરિક છે તો આવામાં તે પોતાની પાકિસ્તાની પત્ની માટે ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. ત્યારબાદ સીમાને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.  ત્યારબાદ તેને ભારતની નાગરિકતા મળી શકે છે.  સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સંજય પારીખના મુજબ જો સીમા હૈદર પોતાની પાકિસ્તાની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા માટે અરજી કરે છે તો તેને એક પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.  પારીખે કહ્યુ કે CAA દ્વારા સીમાને નાગરિકતા મળી શકતી નથી તેનો મામલો જુદો છે.  તેમણે કહ્યુ કે સીમાએ ભારતીય નાગરિક સચિન સાથે લગ્ન કર્યા છે તો તે ભારતીય નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે.  તે સરકારને કહી શકે છે કે તે પોતાના ભારતીય પતિ સાથે અહી રહેવા માંગે છે.  જો સરકાર તેને નાગરિકતા આપવાની ના પાડે તો તે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે પણ એ પહેલા સીમા હૈદરને પાકિસ્તાની નાગરિકતા છોડવી પડશે. 
 
CAA માં પ્રવાસી મુસલમાનોને ભારતીય નાગરિકતા નહી 
 
CAA કાયદામાં પ્રવાસી મુસ્લિમોને નાગરિકતા ન આપવાની જોગવાઈ છે. લોકો એ વાતનો વિરોધ કરી રહ્યા છે કે જો નાગરિકતા આપવી જ હોય ​​તો ધર્મના આધારે કેમ. સરકારે દલીલ કરી હતી કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી આવ્યા છે. એટલા માટે તેમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Edited by - kalyani deshmukh 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર