UP News - લગ્નના 24 કલાકમાં જ નવવધુનુ મોત, મોતનુ કારણ જાણીને ચોંકી જશો

મંગળવાર, 20 જૂન 2023 (11:40 IST)
લગ્નના દિવસે ઘરમાં ખુશીઓના સ્થાને એ સમય માતમમાં છવાય ગયો જ્યારે લગ્ન પછી સારરિયે આવેલી નવવધુનુ બીજા જ દિવસે મોત થઈ ગયુ અને થોડાક જ કલાકમાં તેની અર્થી ઉઠાવવી પડી. એવુ કહેવાય છે કે લગ્ન કાર્યક્રમ દરમિયાન નવવધુની તબિયત ખરાબ થઈ ગઈ અને સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. આ ઘટનાથી નવવધુના પતિ અને પરિવારના લોકો સદમામાં છે. 
 
સાસરે પહોંચેલી દુલ્હનનુ મોત 
 
ઘટના યૂપીના ભદોહી જીલ્લાની છે. પોલીસ અધીક્ષક અનિલ કુમારે મંગળવારે જણાવ્યુ કે જીલ્લાના ગોપીગંજ પોલીસ ક્ષેત્રના ગહરપુર ગામના રહેવાસી સૈય્યદના 22 વર્ષીય પુત્ર મુખ્તાર અહમદના લગ્ન જૌનપુર જીલ્લામાં મોહમ્મદ યૂનુસની 21 વર્ષની પુત્રી રોશની સાથે ગયા શનિવારે થયા હતા.   રવિવારે વલીમાની દાવતનુ આયોજન મોડા સુધી ચાલ્યુ. આ દરમિયાન રોશનીની તબિયત ખરાબ થઈ ગઈ. સતત ઉલ્ટી-ઝાડાથી પરેશાન રોશનીને પરિવારના લોકો સોમવારે હોસ્પિટલ લઈ ગયા.  સારવાર દરમિયાન સાંજે તેનો જીવ નીકળી ગયો. પોલીસ અધીક્ષકે જણાવ્યુ કે સૂચના મેળવતા પહોચેલી પોલીસે મોટી સાંજે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. 
 
સુહાગરાતે એકસાથે વર-કન્યાનું હાર્ટ એટેકથી મોત 
 
ઉલ્લેખનીય છે કે આ જ મહિનામાં યુપીના બહરાઈચમાં પણ એક નવી દુલ્હનના મોતનો આવો જ મામલો સામે આવ્યો હતો. હનીમૂનની સવારે પલંગ પરથી વર-કન્યાના મૃતદેહ મળી આવતા ઘરમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી. આ પછી, નવવિવાહિત યુગલને એક જ ચિતા પર એકસાથે પ્રગટાવવામાં આવ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર