ન્યાયની દેવીનું નવું સ્વરૂપઃ દેશમાં કાયદો 'આંધળો' નથી, ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવાઈ

ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (09:01 IST)
new statue of Goddess of Justice- સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવાની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. હવે ન્યાયની દેવીની આંખ પર પટ્ટી નહીં હોય અને તલવારને બદલે તેમના હાથમાં બંધારણ ની ચોપડી જોવા મળશે. આ ફેરફારની શરૂઆત દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) D.Y. ચંદ્રચુડ, જે માને છે કે કાયદો આંધળો નથી, પરંતુ દરેકને સમાન રીતે જુએ છે. 
 
ન્યાયની દેવીની નવી પ્રતિમા
ન્યાયની દેવીની આ નવી પ્રતિમા પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પહેલા તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, હવે તેની આંખો ખુલી ગઈ છે. આ સાથે તેમના એક હાથમાં જે તલવાર હતી તેનું સ્થાન હવે બંધારણે લઈ લીધું છે. જમણા હાથમાં ભીંગડા પહેલાની જેમ હાજર છે, જે સમાનતા અને ન્યાયીપણાના પ્રતીક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર