ROAD RAGE CASEમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા, સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સંભળાવ્યો

ગુરુવાર, 19 મે 2022 (14:35 IST)
1988ના રોડ રેજ મામલે પંજાબના કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સિદ્ધૂને પહેલા હત્યાના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા હતા. પણ મૃતકને સ્વચ્છાથી ઘાયલ કરવામાં દોષી ઠેરવ્યા હતા. પીડિતના પરિવારે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જૂના આદેશ પર ફરીથી વિચાર કરવાની માંગ કરી હતી. એ સમયે સિદ્ધુ એક હજારનો દંડ આપ્યા પછી મુક્ત થઈ ગયા હતા. 

પરિવારે કહ્યુ હતુ કે આ માત્ર મારપીટ કે ધક્કા-મુક્કીનો મામલો નહોતો. પરંતુ તેને હત્યા જેવા ગંભીર અપરાધ સમજવો જોઈએ. આરોપ લાગ્યો હતો કે સિદ્ધૂએ ઝગડા દરમિયાન 65 વર્ષના એક વડીલને મુક્કો મારી દીધો હતો. ગંભીર ઘાયલ થવાને કારણે આ વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. રોડ રેજ કેસમાં નવજોત સિં  સિદ્ધુને એક વર્ષની સજા સુપ્રીમ કોર્ટેસ સંભળાવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર