Mumbai eases curbs- મુંબઈમાં કોરોના કેસ ઘટ્યા બાદ નાઈટ કર્ફ્યુ હટાવ્યો, રેસ્ટોરાં અને થિયેટરોને પણ ખોલવાની મંજૂરી

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (21:41 IST)
કોરોના વાયરસના ઘટી રહેલા કેસોને જોતા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. મંગળવારે જારી કરાયેલા આદેશ અનુસાર શહેરમાં રેસ્ટોરાં અને થિયેટર 50 ટકા ક્ષમતા સાથે કામ કરી શકશે. આ સાથે, કોરોનાના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલ નાઇટ કર્ફ્યુને પણ દૂર કરવામાં આવ્યો છે.
 
આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક પ્રવાસન સ્થળો અને સાપ્તાહિક બજારો સામાન્ય સમયની જેમ જ ખુલતા રહેશે. આ સિવાય સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત થશે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના નવા કેસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર