દેશના ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ – મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાંથી કોઈક વિમાનનું અપહરણ થવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે એવી સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવ્યા બાદ આ ત્રણેય એરપોર્ટ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.
એક મહિલાએ ઈમેઈલ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે છ યુવકોને વાત કરતા સાંભળ્યા હતા કે જે મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં એરક્રાફ્ટ હાઈજેક કરવાનો પ્લાન કરી રહ્યા હતા. આ કાવતરામાં 23 લોકો હશે અને તેને રવિવારે અંજામ આપવામાં આવશે.