મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:53 IST)
કેન્દ્રની મોદી સરકારે હજ યાત્રા પર મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એલાન કર્યુ છે કે આ વખતે હજ જનારા 1 લાખ 75 હજાર લોકો સબસીડી વગર જશે. નકવી સાથે જ બતાવ્યુ કે હજ સબસીડીમાંથી બચનારી રકમ હવે ફક્ત મુસ્લિમ યુવતીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે.  તેમણે કહ્યુ કે સબસીડી હટાવવાથી હજ માટેના રોકાણ પર કોઈ અસર નહી થાય 
 
અબ્બાસ નકવીએ આ માહિતી આપતા જણાવ્યુ કે દર વર્ષે સરકાર તરફથી હજ માટે 700 કરોડ રૂપિયા સબસીડીના રૂપમાં મળે છે. ગયા વર્ષે જ્યા સવા લાખ મુસ્લિમ હજ પર ગયા હતા ત્યા આ વખતે 1.75 લાખ જાયરીન હજ યાત્રા પર મક્કા જશે. આ સંખ્યા આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી વધુ છે.   ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હજ સબસીડી ખતમ કરવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે સરકારે તેને 2022 સુધી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર