માલદીવના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે જાન્યુઆરીમાં, લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે રજૂ કર્યા પછી માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી.. જો કે, માલદીવ સરકારે ડેમેજ કંટ્રોલ માટે ત્રણેય મંત્રીઓને હટાવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ભારતીયોના એક મોટા સમૂહે માલદીવના પ્રવાસનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેના
ત્યારથી માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, "આગામી મહિનાઓમાં ભારત અને માલદીવના મુખ્ય શહેરોમાં એક વ્યાપક રોડ શો શરૂ કરવાની યોજના છે."