રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર - નરેન્દ્ર મોદી

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (20:29 IST)
‘રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર છે,’ એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં નોટબંધી વિશે કોંગ્રેસે કરેલા આક્ષેપોના જવાબમાં કહ્યું હતું.  મોદીની આ ટિપ્‍પણી બાદ રાજ્‍યસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ પોતાની સીટોથી ઉભા થઈને ગળહની વચ્‍ચોવચ આવી ગયા હતા. આ ટિપ્‍પણીને અપમાનજનક ગણાવીને વોકઆઉટ કરી ગયા હતા.

વડાપ્રધાન નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ તરફથી જારી પુસ્‍તિકાના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા. આ ગાળા દરમ્‍યાન મોદીએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ 70 વર્ષની આઝાદીના હજુ સુધીના ઈતિહાસમાં અડધા સમય સુધી મહત્‍વપૂર્ણ ર્આથિક હોદ્દા ઉપર રહ્યા હતા અને આ ગાળા દરમ્‍યાન ખૂબ જ મોટા કૌભાંડો થયા હતા. છતાં તેમના ઉપર કોઈ કલંક લાગ્‍યા ન હતા.  ઈન્‍દિરા ગાંધી પર ટિપ્‍પણી દરમિયાન પણ હોબાળો થયો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે બેન્ક લૂટ પછી માર્યા ગયેલા આતંકીઓ પાસેથી નવી નોટો મળી છે. તેના માટે નોટબંધી પર દોષારોપણ કરવું યોગ્ય નથી.

ઈન્દિરા ગાંધીના સમયમાં નોટબંધી વિશે સમિતિએ ધ્યાન દોર્યું હતું. વાંચુ સમિતિએ ત્યારે નોટબંધીનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારે આટલી બધી સમસ્યા ન હતી , નોટબંધી પર વિપક્ષના પ્રશ્‍નોનો જવાબ આપતા અને તેનાથી થયેલા ફાયદાનો ઉલ્લેખ કરતા મોદીએ કેટલીક વાત કરી હતી. મોદીએ પૂર્વ વહીવટીકાર ગોડબેલાના પુસ્‍તકને ટાંકતા કહ્યું હતું કે ઈન્‍દિરા ગાંધીએ પોતાના શાસનકાળમાં વાંચુ કમિટીની નોટબંધીની ભલામણો માની ન હતી. પુસ્‍તકને ટાંકતા મોદીએ કહ્યું હતું કે ઈન્‍દિરા ગાંધીએ કહ્યું હતું કે અમને આગામી ચૂંટણીઓ પણ લડવી છે. આ અગાઉ ભાજપની સંસદીય બેઠક પણ યોજાઈ હતી. આજે રાજ્‍યસભામાં વડાપ્રધાનના નિવેદન દરમિયાન હોબાળો થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈપણ વાત કરી છે તેનો ઉલ્લેખ પુસ્‍તકમાં કરાયો છે. જો કોઈ કોંગ્રેસીને પરેશાની છે તો કેસ કરી શકે છે. મોદીએ સંસદના બંને ગળહોમાં રાષ્‍ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્‍તાવ પર પોતાની રજુઆત કરી હતી. મોદીએ નોટબંધી બાદ બોગસ નોટ અને ટેરર ફંડીગના મુદ્દા પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે 700થી વધુ માઓવાદી શરણાગતિ સ્‍વીકારી ચુક્‍યા છે.

વેબદુનિયા પર વાંચો