મોદીના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણના સમયે ભાજપને ચાર વાતનું ટેન્શન સતાવશે

શનિવાર, 27 ઑક્ટોબર 2018 (15:04 IST)
ગુજરાતમાં 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી એક દિવસ વહેલા એટલે 30મીએ ગુજરાત આવી જવાના હોવાથી બ્યૂરોક્રસી અને સરકારના મંત્રીઓ રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયા છે. મોદીના આ કાર્યક્રમને પગલે રૂપાણી સરકાર અને સંગઠન બંને ટેન્શનમાં છે.






ગુજરાતમાં ભાજપ સરકારની પડતી શરૂ થઈ છે. ભાજપની એકતાયાત્રા ફેલ ગઈ છે. આદિવાસીઓ, પાટીદારો અને  ખેડૂતો મોટાપાયે સરકારની કામગીરીથી નારાજ છે. રૂપાણી ગુજરાત સંભાળવામાં નિષ્ફળ ગયા હોવાનું જગજાહેર છે પણ ભાજપ પાસે લોકસભાની ચૂંટણી સમયે કોઈ વિકલ્પ નથી.  આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાનનરેન્દ્ર મોદી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે ત્યારે સરકારના નેતાઓ અને અધિકારીઓ નર્મદામાં ધામા નાખ્યા છે. આજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડેમ સાઈટ તેમજ ફ્લાઈર ઓફ વેલીની મુલાકાત લીધી હતી તો અધિકારીઓ પાસેથીમાહિતી પણ મેળવી હતી.

ગુજરાત ભાજપ માટે સૌથી મોટું ટેન્શન એ ભીડ અને આદિવાસીઓનો વિરોધ છે. ગરૂડેશ્વર વિયર બાબતે આદિવાસીઓ પહેલાંથી વિરોધ કરી રહ્યાં છે. 31મીના કાર્યક્રમ માટે રૂપાણી સરકાર કંઇ પણ પાછીપાની કરવા માગતી નથી એટલી માટે સરકારમાંથી પણ જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે. સંગઠનમાંથી પણ રીતસરના ટાર્ગેટ અપાયા છે. આમ છતાં 31મીએ ભાજપ સામે 4 બાજુથી હુમલો કરવાની તૈયારીઓ પણ થઈ છે. જો આ હુમલાઓ સામે ભાજપ પાછું પડ્યું તો મોદી સાહેબના કાર્યક્રમને મોટી અસર થવાની સંભાવના છે. એક તરફ આદિવાસીઓનો વિરોધ, એસપીજી, હાર્દિકનો ખેડૂત સત્યાગ્રહ, ત્રિવિધ ભવન જેવા મુદ્દાઓ ભાજપને ટેન્શનમાં રાખશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર