મનીષ સિસોદિયા જેલમાં જ વિતાવશે હોળી, જામીન પર સુનાવણી 10 માર્ચે થશે

શનિવાર, 4 માર્ચ 2023 (15:26 IST)
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈએ સિસોદિયાના વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સીબીઆઈના વકીલે દલીલ કરી છે કે સિસોદિયા તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સિસોદિયાના વકીલે રિમાન્ડની માંગનો વિરોધ કર્યો છે. સિસોદિયાના વકીલે કહ્યું છે કે તપાસમાં અસહયોગ રિમાન્ડનો આધાર બની શકે નહીં.
 
કોર્ટે પૂછ્યું-  કેટલીવાર સુધી કરી પૂછપરછ ?
 
સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે આ રિમાન્ડ દરમિયાન મનીષ સિસોદિયાની કેટલા સમય સુધી પૂછપરછ કરવામાં આવી? તેના પર સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તેઓ હજુ પણ સહકાર નથી આપી રહ્યા. મનીષ સિસોદિયા તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ દયાન ક્રિશ્નને રિમાન્ડ વધારવાની CBIની અરજીનો વિરોધ કર્યો હતો. સિસોદિયાના વકીલ કૃષ્ણને દલીલ કરી હતી કે સીબીઆઈ જે રિમાન્ડ વધારવાની માંગ કરી રહી છે તે યોગ્ય નથી.
જામીન પર સુનાવણી 10 માર્ચે થશે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી માટે 10 માર્ચની તારીખ નક્કી કરી છે. સિસોદિયાની જામીન અરજી પર કોર્ટે સીબીઆઈને નોટિસ પણ જારી કરી છે. તે સ્પષ્ટ છે કે મનીષ સિસોદિયાને હોળી પહેલા જામીન મળી શકે તેમ નથી અને તેઓ અત્યારે સીબીઆઈની કસ્ટડીમાં રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર