હિંડન એયરબેસમાં ઘુસી રહેલા શંકાસ્પદ જવાનોને ગોળી મારી.. સારવાર અને પૂછપરછ ચાલુ

બુધવાર, 15 નવેમ્બર 2017 (11:14 IST)
ગાજિયાબાદમાં વાયુસેનાના હિંડન એયરબેસમાં જવાનોએ એક ઘુસપેઠને નિષ્ફળ કરી દીધી છે. ઘુસપેઠ કરી રહેલ એક શંકાસ્પદને સૈનિકોએ ગોળી મારી દીધી. જેમા તે ઘાયલ થઈ ગયો છે અને તેને પકડી લેવામાં આવ્યો. હવે શંકાસ્પદની સારવાર કરવામાં આવી રહી છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે.  સુરક્ષા એજંસીઓને 2-3 દિવસ પહેલા જ લશ્કરના હુમલાને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ હતુ. 
 
દેશની સુરક્ષાના હિસાબથી ખૂબ જ મહત્વની હિંડન એયરબેસ પર મંગળવારે રાત્રે હડકંપ મચી ગયો.. અચાનક એયરબેસમાંથી ગોળીઓનો અવાજ આવ્યો તો દરેક કોઈનો જીવ બેસી ગયો.. ઉલ્લેખનીય છે કે રાત્રે લગભગ 9 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિ દિવાલ કુદીને એયરબેસના કંપાઉન્ડમાં પહોંચી ગયો. સુરક્ષાબળોએ તેને રોકવાને ચેતાવણી આપી. જ્યારપછી પણ શંકાસ્પદ રોકાયો નહી.. તેને પકડવા માટે સુરક્ષા કર્મચારીઓએ તેને પગમાં ગોળી મારી અને પછી તેની ધરપકડ કરી લીધી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર