પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર વિરુદ્ધ મોરચો ખોલવાની કોઈપણ તક હાથમાંથી જવા દેતા નથી.. એ નોટબંધી, જીએસટીથી લઈને કેન્દ્ર સરકારના દરેક પગલાનો વિરોધ કરતી આવી રહી છે. હવે આ કડીમાં મોબાઈલ ફોનના આધાર લિંકની અનિવાર્યતા જોડાય ગઈ છે.
મમતાએ નજરૂલ મંચમાં રહેલ પાર્ટી નેતાઓ અને સામાન્ય લોકોને પણ પોતાની વાતનુ પાલન કરવાની અપીલ કરતા આરોપ લગાવ્યો કે ફોન નંબર સાથે આધારને જોડવા પાછળ લોકોની પર્સનલ વાતોમાં દખલગીરી કરવાનું ષડયંત્ર છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે હુ તમને આ અંદાજમાં વિરોધ કરવાની અપીલ કરુ છુ. તેઓ કેટલા લોકોના ટેલીફોન કનેક્શન કાપશે ? ભારતીય જનતા પાર્ટી શુ કહે છે ? શુ તેઓ લોકોની ગુપ્ત વાતો સાંભળવા માંગે છે ? આ લોકોની પ્રાઈવેસી પર સીધો હુમલો છે. મમતાએ આસ સાથે જ એલાન કર્યુ કે નોટબંધીના એક વર્ષ પૂરા થતા તેમની પાર્ટી આઠ નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કાળા ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કરતા બ્લેક ડે મનાવશે. તેમણે નોટબંધીને સૌથી મોટુ કૌભાંડ કહ્યુ છે.