મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત, ટ્રેક્ટર-ટ્રોલી કૂવામાં પડી, 8ના મોત, બચાવ કામગીરી ચાલુ
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી એક ખૂબ જ દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સવારે હિંગોલીના વાસમત તાલુકાના ગુંજ ગામમાંથી ખેતરોમાં હળદર કાપવા માટે નીકળેલી મહિલા મજૂરોને લઈ જઈ રહેલું ટ્રેક્ટર નાંદેડના આલેગાંવ વિસ્તારમાં કંચનનગર પાસેના ઉંડા કૂવામાં પડી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય ઘણા લોકો કૂવામાં ફસાયા હોવાની આશંકા છે.