ગુલમર્ગમાં મોટો અકસ્માતઃ કેબલ વાયર તૂટ્યો, 20 કેબિન હવામાં લટકી, 120 પ્રવાસીઓ ફસાયા

સોમવાર, 27 જાન્યુઆરી 2025 (10:00 IST)
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં રવિવારે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. ટેક્નિકલ ખામીના કારણે ગુલમર્ગ ગોંડોલાના ટાવર નંબર 1 પર કેબલ વાયર તૂટી ગયો હતો જેના કારણે લગભગ 20 કેબિન હવામાં લટકી હતી. આ કેબિનોમાં 120 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
 
કેવી રીતે થયો અકસ્માત?
વિશ્વની સૌથી ઊંચી કેબલ કારમાંથી એક ગુલમર્ગ ગોંડોલા રવિવારે અચાનક બંધ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ સમસ્યા ત્યારે થઈ જ્યારે ગોંડોલાનો કેબલ વિંચ પરથી સરકી ગયો. જેના કારણે સમગ્ર કેબલ કાર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી અને ઘણી કેબીનો હવામાં લટકતી રહી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર