Maharashtra News - મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમ યુવકોએ બળજબરીથી ઘુસવાની કરી કોશિશ - જુઓ Video

મંગળવાર, 16 મે 2023 (14:28 IST)
Trimbakeshwar temple
મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં મોટો હંગામો થયો છે. અહી કેટલાક મુસ્લિમ યુવકોએ લીલી ચાદર ચઢાવવાની કોશિશ કરી છે.  આ મામલે બ્રાહ્મણ મહાસભાની તપાસની આદેશની માંગ કરી છે. જ્યારબાદ મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમએ SIT તપાસનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ આ યુવકોએ મંદિરમાં બળજબરીપૂર્વક ઘુસવાની કોશિશ કરી છે. 
 
શુ છે આખો મામલો 
 
13 મેના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભગૃહને બંધ કર્યા પછી, મોટી સંખ્યામાં લોકો બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસે કોઈક રીતે અટકાવી હતી. મંદિર પ્રશાસને પોલીસ અને રાજ્ય સરકારને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 
SIT આ વર્ષની આ ઘટનાની તપાસ કરશે અને સાથે જ ગયા વર્ષની ઘટનાની પણ તપાસ કરશે. ગયા વર્ષે પણ મે મહિનામાં જ આ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. જ્યારે એક વિશેષ સમુહની ભીડે મુખ્ય પ્રવેશ દ્વારના માધ્યમથી કથિત રૂપે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી.  
 
ડિપ્ટી સીએમએ શુ આદેશ આપ્યો ?
 
મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અને ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભીડ જમા થવાની 13 મે ની કથિત ઘટના પર FIR નોંધીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.  ફડણવીસે ઘટનાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ રેન્કના અધિકારીઓની આગેવાનીમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો.
 
NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું નિવેદન આવ્યું સામે 
એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું, 'હવે માત્ર ત્ર્યંબકેશ્વર જ નહીં, ભીમાશંકરના શિખર પર પણ કોઈને ચઢાવવામાં આવશે. તમે સમજો છો કે કોની બેદરકારી છે. આપણા મોઢેથી કેમ સાંભળવું. હું તો બોલી ચૂક્યો હતો, પછી લોકોએ કહ્યું આ આવ્હાદ શું કહી રહ્યો છે? તમે સમજો કે અમે ગાંડા નથી. આવું માત્ર 2 જિલ્લામાં જ બન્યું છે. જીતવાનો કોઈ અવકાશ નથી, જીતવાનો એક જ રસ્તો છે, તે છે રમખાણો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર