મહારાષ્ટ્ર એવોર્ડ સમારોહમાં હીટસ્ટ્રોકથી 11ના મોત: 24 લોકો સારવાર થઈ રહી છે, આકરા તડકાને કારણે ઘણા લોકો બીમાર પડ્યા

સોમવાર, 17 એપ્રિલ 2023 (07:58 IST)
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોના મોત થયા હતા. 24 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલાઓમાં 8 મહિલાઓ છે, જેમાંથી મોટા ભાગના વૃદ્ધ છે. આ કાર્યક્રમ નવી મુંબઈના ખારઘરમાં એક વિશાળ મેદાનમાં સવારે 11.30 થી 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહ્યું હતું.
 
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સામાજિક કાર્યકર દત્તાત્રેય નારાયણને એવોર્ડ આપ્યો હતો. આ કાર્યક્રમમાં તેમના લાખો ચાહકોએ હાજરી આપી હતી. તમામ લોકો કાર્યક્રમ નિહાળી શકે અને સાંભળી શકે તે માટે ગ્રાઉન્ડમાં ઓડિયો અને વિડિયોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ લોકોના બેસવા માટે કરાયેલી વ્યવસ્થા ઉપર કોઈ છાંયો મૂકવામાં આવ્યો ન હતો. ઘટનામાં તડકો અને ગરમીએ અનેક લોકોની તબિયત લથડી હતી.

આ કાર્યક્રમમાં લાખો લોકો જોડાયા હતા. કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે પૂરો થવાનો હતો પરંતુ બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. જે બાદ ભીડમાં રહેલા લોકોને બહાર કાઢવામાં સમય લાગ્યો હતો. ડિહાઇડ્રેશનને કારણે ઘણા લોકોને ચક્કર આવવા લાગ્યા અને તેમની તબિયત લથડી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર