LIVE: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન,13 અને 20 નવેમ્બરે થશે વોટિંગ અને 23 નવેમ્બરે આવશે પરિણામ

મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (15:36 IST)
MH election
 મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. અહીં તમને સંપૂર્ણ સમયપત્રક વિશે માહિતી મળશે. ચૂંટણી પંચ આજે બંને રાજ્યોનું શિડ્યુલ જાહેર કરશે, જેમાં તે નામાંકન, નામ પરત ખેંચવાની તારીખો તેમજ મતદાનની તારીખો અને ચૂંટણી પરિણામો વિશે જણાવશે.

મહારાષ્ટ્રમાં કેટલી વિધાનસભા સીટો ?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટો છે. જેમા બહુમત માટે 145 સીટ જોઈતી હોય છે. 2019ની ચૂંટણીમાં બીજેપીને 105, શિવસેનાને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 સીટો મળી હતી. 
 
ઝારખંડમાં કેટલી વિધાનસભા સીટ ?
ઝારખંડમાં વિધાનસભાની 81 સીટો છે. અગાઉ ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ને 30 સીટો અને બીજેપીને 25 સીટો મળી હતી. જ્યારે કે 26 સીટો અન્ય દળના ખાતામાં ગઈ હતી. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી.   
 
 

03:58 PM, 15th Oct
મહારાષ્ટ્ર અને ઝારખંડ માં કેટલા વોટર ? ચીફ ઈલેક્શન કમિશ્નરે બતાવ્યુ 
 
ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યુ કે મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ વોટર રહેશે. અહી 5 કરોડ પુરૂશ વોટર છે.  અહી એક લાખ પોલિંગ બૂર્થ પર વોટ પડશે. મહારાષ્ટ્રના દરેક બૂથ પર લગભગ 960 વોટર રહેશે. મુંબઈમાં પોલિંગ બૂથ વધારવામાં આવ્યા છે. 
 
રાજીવે જણાવ્યુ કે ઝારખંડમાં 2 કરોડ 60 લાખ વોટર છે. અહી એક કરોડ 31 લાખ પુરૂષ વોટર છે અને એક કરોડ 29 લાખ મહિલા વોટર છે. ઝારખંડમાં 29 હજાર 562 બૂથ પર વોટ પડશે. ઝારખંડના દરેક બૂથ પર 881 વોટર રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર