મહારાષ્ટ્ર સરકાર પર બોલી શિવસેના, 5 વર્ષ સુધી પાર્ટીના જ રહેશે મુખ્યમંત્રી

શુક્રવાર, 22 નવેમ્બર 2019 (10:25 IST)
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે શુક્રવારે કહ્યુ ક ત્રણ દળોએ નક્કી કરી લીધુ છે કે શિવસેનાના જ મુખ્યમંત્રી પાંચ વર્ષ સુધી રહેશે.  મહારાષ્ટ્રને મજબૂત મુખ્યમંત્રી મળશે.  તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતા, ખેડૂતો વગેરેની ઈચ્છા છે કે આ વખતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ બનશે. 
 
આ પહેલા રાઉતે ગુરૂવારે પ્રેસ કૉંફ્રેંસ કરી કહ્યુ હતુ કે ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં એક સ્થાયી સરકાર બનશે અને તેના પર અંતિમ નિર્ણય એક કે બે દિવસમાં જ આવશે. શિવસેના અને કોંગ્રેસ-રાકાંપાની વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. 
 
રાઉતે કહ્યુ હતુ કે સરકારની રચના પર આગળ ચર્ચા કરવા માટે ત્રણેય પાર્ટી કરવા માટે ત્રણેય પાર્ટી વચ્ચે મુંબઈમાં બીજા ચરણની બેઠક થશે. તેમણે સંવાદદાતાઓને જણાવ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ અઠવાડિયે બેઠકની કોઈ યોજના નથી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર