મોદીની લખનઉ રેલી - બીજેપી માટે ચૂંટણી ફક્ત જીતનો મુદ્દો નથી, પણ આ 2017ની યૂપી ચૂંટ્ણી એક જવાબદારી છે.

સોમવાર, 2 જાન્યુઆરી 2017 (14:40 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનઉમાં આયોજીત બીજેપીની જનસભામાં મુખ્ય મહેમાનના રૂપમાં હાજર થયા. મંચ પર પ્રધાનમંત્રી આવતા જ ત્યા હાજર નેતાઓએ તેમનુ જોરદાર સ્વાગત કર્યુ.  આ પહેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે દેશના વિકાસમાં ઉપ્રના યુવાઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પણ આ યુવાઓને પ્રદેશમાં રોજગાર નથી મળી રહ્યો જેના કારણે તેઓ પલાયન કરવા મજબૂર છે. આ દરમિયાન શાહે સપા, બસપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ  રમાબાઈ આંબેડકર મેદાનમાં થનારી મોદીની રેલીમાં 10 લાખથી વધુ કાર્યકર્તા સામેલ થયા છે.  જાણો મોદીના ભાષણના મુખ્ય મુદ્દા .. 

-ભ્રષ્ટાચાર અને કાળાનાણા વિરુધ્ધની આ લડાઈ રોકાવાની નથી. ગરીબોને લૂટવામાં આવ્યા છે. તેમને લૂટવા માટે અમે આ પગલુ ઉઠાવ્યુ છે. અમે યૂપીમાંથી આર્શીવાદ જોઈએ અને દળો માટે એ સત્તા છિનવાનો પ્રયાસ થશે અને દળો માટે કોન એમએલએ બને, કોણ સીએમ બને તેની ગેમ થશે. પણ બીજેપી માટે ચૂંટણી ફક્ત જીતનો મુદ્દો નથી બીજેપી માટે આ 2017ની યૂપી ચૂંટ્ણી એક જવાબદારીનુ કામ છે. 

- હવે ઉત્તર પ્રદેશના લોકોએ બતાવવાનુ છે કે જે પાર્ટી પૂરા પરિવારમાં લાગે છે તે પ્રદેશને બચાવી શકશે શુ. કોઈએ પૈસો બચાવવો છે તો કોઈને પરિવાર. એક આપણે જ છીએ જે યૂપીને બચાવવા માંગે છે. હુ એ કહેવા આવ્યો છુ કે પરિવર્તન અધૂરુ ન કરશો. પૂર્ણ બહુમતથી સરકાર બનાવજો. 
 
- પીએમ મોદીએ કહ્યુ - તમે ક્યારેય સપા-બસપાને સાથે જોઈએ છે ? બંને વચ્ચે ખૂબ વિરોધ છે. પણ હવે આટલા વર્ષો પછી એક મુદ્દા પર બંને એકત્ર થઈ ગયા બંને મળીને કહી રહ્યા છે કે મોદીને બદલો, મોદીને હટાવો. તેઓ કહે છે મોદી હટાવો, હુ કહુ છુ કે કાળુ નાણુ હટાવો. તેઓ કહે છે કે મોદી હટાવો હુ કહુ છુ કે ભ્રષ્ટાચાર હટાવો. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે શુ કરવાનુ છે. 

 
- જ્યારથી કેન્દ્ર સરકાર બની છે ત્યારથી યૂપીમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે મળ્યા છે. અઢી વર્ષમાં લાખ કરોડ રૂપિયા યૂપીને મળ્યો છે. જો આ પૈસાનો યોગ્ય ઉપયોગ થાતો તો યૂપી ક્યાથી ક્યા પહોંચી જતુ. 
- પીએમ મોદીએ કહ્યુ - આજે 14 વર્ષ પછી પણ ભાજપાની સરકારને યાદ કરે છે અને વર્તમાન સરકાર સાથે તુલના કરે છે. અજએ યુગ એવો છે કે સરકાર બદલવાના 6 મહિનામાં જૂની સરકારને લોકો ભૂલી જાય છે. આજે ખૂબ ગર્વની સાથે કહી શકુ છુ કે કલ્યાણ સિહજી રામપ્રકાશ ગુપ્તજી અને રાજનાથજીના નેતૃત્વમાં ચાલેલી સરકારને લોકો આજે પણ યાદ કરે છે. 
 
- લખનઉમાં પીએમ મોદીએ કહ્યુ - કેટલાક લોકો કહી રહ્યા હતા કે બીજેપીનો 14 વર્ષનો વનવાસ ખતમ થશે. મુદ્દો વનવાસનો નથી. બીજેપી આ તરાજૂથી રાજનીતિને નથી તોલતી. મુદ્દો એ છે કે 14 વર્ષ માટે યૂપીમાં વિકાસનો વનવાસ થઈ ગયો છે.  14 વર્ષ પછી ફરી એકવાર યૂપીની ધરતી પર વિકાસની નવી તક આવતી હુ જોઈ રહ્યો છુ. 

- પીએમ મોદીએ કહ્યુ જે યૂપી ચૂંટણીનો હિસાબ કિતાબ લગાવી રહ્યા છે તેમણે રેલી જોયા પછી મહેનત નહી કરવી પડે કે ચૂંટણીમાં શુ થનારુ છે. હવા કંઈ બાજુ છે તે સ્પષ્ટ દેખાય રહ્યુ છે. 
 
- પીએમ મોદીએ કહ્યુ - લખનઉની ધરતી અટલ બિહારી વાજપેયીની કર્મભૂમિ છે. અટલજીએ લખનઉની ભરપૂર સેવા કરી. 
 
- પીએમ મોદીને સાંભળવા માટે લખનઉમાં ઉમટી પડી ભીડ. રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ - મારા પૂરા જીવનમાં મે આટલી મોટી રેલીને સંબોધિત કરવાનુ મને સૌભાગ્ય મળ્યુ નથી.  લોકસભા ચૂંટણી લડી હતી ત્યારે પણ આટલી વિરાટ જનસભાને જોવાનુ સૌભાગ્ય મને મળ્યુ નહોતુ. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહી રમાબાઇ આંબેડકર મેદાનમાં પરિવર્તન મહારેલીને સંબોધન કરવાના છે. એક કલાકના સંબોધન દરમિયાન તેઓ નોટબંધી અને કેશલેસ લેવડ-દેવડ પ્રણાલી અંગે પણ ચર્ચા કરશે. સાથોસાથ તેઓ નવા વર્ષમાં લોકો માટે કેટલીક જાહેરાતો પણ કરે તેવી શકયતા છે. સત્તારૂઢ સપા પરિવારમાં ચાલી રહેલા વિવાદ તથા બસપા-કોંગ્રેસને પણ તેઓ નિશાના ઉપર લેશે.

HAPPY NEW YEAR -  નવ વર્ષની શુભેચ્છા 
 
 આ મહારેલીમાં 10 લાખ લોકોની ભીડ ઉમટે તેવી શકયતા છે. જેને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવવામાં આવી છે. બીજી તરફ મોદીની પરિવર્તન મહારેલીને લઇને ભાજપના કાર્યકરોએ રેલી સ્થળે જ નહી પરંતુ સમગ્ર લખનૌને ઝંડા, પોસ્ટરો અને બેનરોથી સજાવી દીધી છે.  એવું કહેવાઈ રહ્યું છે કે પીએમ મોદી સાથે મંચ પર રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, કલરાજ મિશ્ર સહિત યુપીના તમામ મંત્રીઓ ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. સંગઠન તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, યુપી પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ અધ્યક્ષ કેશવ મોર્ય પણ મંચ પર હાજર રહેશે. પાર્ટી અધિકૃત રીતે ભીડનો આંકડો આપવાથી બચી રહી છે પરંતુ પ્રશાસનને 10 હજાર બસો, 50 હજાર નાના વાહનો અને 8-10 લાખ લોકોના આવવાની સૂચના આપવામાં આવી છે.
 
ઉત્તર પ્રદેશમાં પાર્ટીના 1.28 લાખ બૂથોમાંથી પ્રત્યેક બૂથમાંથી ન્યૂનતમ 10 કાર્યકરોને લાવવા જણાવાયું છે. પીએમ મોદી આ અવસરે યુપી ચૂંટણી માટે ભાજપના એજન્ડાનું માળખુ પણ રજુ કરશે જેને કાર્યકરો આગળ વધારી શકે. આઈટી સેલ 250થી વધુ લેપટોપ દ્વારા રેલીનું ડિજિટલ પ્રસારણ વેબ અને સોશિયલ મીડિયા પર કરશે.

વેબદુનિયા પર વાંચો