JK - બડગામમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ : 63 જવાનો ઘાય઼લ, 3 યુવાઓના મોત

મંગળવાર, 28 માર્ચ 2017 (23:37 IST)
બડગામ જિલ્લામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ છે સ્થાનિક પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો અને સર્ચ ઓપરેશન શરુ કરતાઆતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. સામસામે થયેલા આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયાંના સમાચાર છે. જે જગ્યા પર એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ત્યાં સ્થાનિક લોકો આતંકીઓના બચાવમાં સામે આવ્યા હતા અને સેનાના જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો.
 
ર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારૂક અને JKLF ચેરમેન મોહમદ યાસિન મલિકે એક સયુક્ત નિવેદનમાં કહ્યું કે, આ ઉપરાંત શુક્રવારે જુમ્માની નવાજ પછી પણ  શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવા અને પૂર્ણ પણે હડતાલ કરવાનું એલાન આપવામાં આવ્યું છે.
 
સેનાના જવાનો ચંડોરાના દુરબુઘ ગામમાં છુપાયેલા આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં વ્યસ્ત હતા, ત્યારે દેખાવકારો એક મકાન જેમાં આતંકવાદીઓ આશરો લીધો હતો તેને કરવામાં આવેલી ઘેરાબંધીને તોડવાનો પ્રયત્ન કરતા હતા. તેમને દૂર ધકેલવા કરવામાં આવેલા ઓપન ફાયરમાં બે યુવાઓના મોત થઈ ગયા.

વેબદુનિયા પર વાંચો