VIDEO: કર્ણાટકમાં આગ પર પશુઓનેને દોડાવવાની પરંપરા, બેકાબૂ આખલાએ ટોળાને ટક્કર મારતા 3 લોકો થયા ઘાયલ

બુધવાર, 15 જાન્યુઆરી 2025 (11:40 IST)
Bull crossing fire ring
કર્ણાટકના મંડ્યા જીલ્લાના હોસાહલ્લી ગામમાં મકર સંક્રાંતિના અવસર પર એક પારંપારિક રમત દરમિયાન ઘાયલ બળદે ત્રણ લોકોને ટક્કર મારી દીધી. આ પારંપારિક રમત દરમિયાન ગાય અને બળદને આગમાંથી પસાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આવુ કરવાથી પશુઓની ચામડી પર ચોટેલા જંતુઓ મરી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. 
 
આગ વચ્ચેથી પશુઓને દોડાવ્યા 
મંડ્યાના હોસાહલ્લીમાં પણ આ પારંપારિક રમત માટે તૈયારીઓ કરવામાં આવી. આગના ઘેરો બનાવવામાં આવ્યો અને પશુઓને તેમની વચ્ચે દોડાવ્યા. આ દરમિયાન એક બળદ બેકાબુ થઈ ગયો અને આગના ઘેરામાંથી નીકળ્યા પછી ભાગતા તેણે ત્રણ લોકોને નીચે પાડી નાખ્યા. 

 
એક પછી એક ત્રણ લોકોને મારી ટક્કર 
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બળદ જ્યારે આગના ઘેરમાંથી બહાર નીકળે છે તો તે બેકાબુ થઈ ગયો અને દોડતા વારેઘડીએ ત્રણ લોકોને ટક્કર મારી દીધી. જે જમીન પર પડી ગયા. ઘાયલ વ્યક્તિઓને તરત જ નિકટના MIMS હોસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર માટે મોકલવામાં આવ્યા. મંડ્યા સેંટ્રલ પોલીસ સ્તેશન આ ઘટનાના સંબંધમાં એક મામલો નોંધવામાં આવ્યો. પોલીસ અધિકારી મામલાની તપાસ કરી રહી છે. 
 
માર્ગ અકસ્માતમાં મંત્રી થયા ઘાયલ 
બીજી બાજુ એક અન્ય સમાચારમાં વીતેલા દિવસોમાં કર્ણાટકની મંત્રી લક્ષ્મી હેબ્બાલકર અને તેમના ભાઈ ચન્નારાજ હટ્ટીહોલી બેલગાવીના બહારી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયા. દુર્ઘટના સમયે વાહનમાં લાગેલ એયરબેગ ખુલી ગયા. જેનાથી કોઈ પણ ગંભીર રૂપે ઘવાયુ નથી.  હોસ્પિટલ પ્રંબધક મુજબ મંત્રી અને તેમના વિધાન પરિષદ સભ્ય (એમએલસી) ભાઈ ખતરામાંથી બહાર છે. મંત્રીના પગમાં સામાન્ય ફ્રેક્ચર થઈ ગયુ છે.  આગામી બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે. કારના ચાલક અને ગનમેન ને પણ સામાન્ય વાગ્યુ છે અને પ્રાથમિક ઉપચાર પછી તેમને રજા આપવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર