#kargilvijaydiwas - હમ રહે ન રહે, શાન રહે વતન કી

મંગળવાર, 23 જુલાઈ 2019 (12:52 IST)
ભારતમાં આજે કારગિલ વિજય દિવસ ઉજવાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજના જ દિવસે વર્ષ 1999માં ભારતે દ્રાસ, બટાલિકની પર્વતો ઉપરાંત કારગિલના સૈમ્ય પોસ્ટ પોતાના કબજામાં લઈને પાકિસ્તાનની આક્રમણકારી સેના અને ઘુસણખોરોને સીમા પાર ભગાડી દીધા હતા. કારગિલ વિજયના 17 વર્ષ પૂરા થવા પર ભારતના રક્ષામંત્રી મનોહર પર્રિકરે સૈન્ય જવાનો અને સૈન્ય અધિકારીઓની હાજરીમાં અમર જવાન જ્યોતિ પર પુષ્પચક્ર અર્પિત્કર્યુ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર ટ્વીટ કરી શહીદ જવાનોને નમન પણ કર્યા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કારગિલના વિજય અભિયાનને લઈને સેનાની શહીદીને યાદ કર્યા. આ દરમિયાન થલસેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, નૌસેના પ્રમુખ સુનીલ લાંબા અને વાયુસેના પ્રમુખ અરૂપ રાહાએ ઈંડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.  આ મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા કહ્યુ કે કારગિલ વિજય દિવસ પર વીર સૈનિકોના આગળ તેઓ શિશ ઝુકાવે છે. તેમણે કહ્યુ કે અંતિમ શ્વાસ સુધી ભરત માટે લડાઈ લડનારા વીર બલિદાની તેમને પ્રેરિત કરી રહ્યા છે.  
 
 રક્ષા મંત્રી મનોહર પર્રિકર અને કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે ટ્વિટર પર જવાનોના બલિદાન સલામ કર્યુ છે. દ્રાસમાં મોટા પાયા પર લોકોએ કૈડલ પ્રગટાવીને જવાનોને શ્રધ્ધાંજલિ આપી છે.  સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગે હાજર લોકોને સંબોધિત કરતા કહ્યુ કે ભારતીય સેના કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવા સક્ષમ છે.  તેમણે કારગીર જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી આ વાત કરી. 
 
ઓપરેશન વિજય નામના આ અભિયાનમાં 530 ભારતીય વીર સપૂતોએ પોતાનુ બલિદાન આપ્યુ હતુ.  આ વિજય પર્વની 17મી વર્ષગાંઠ પર ઈંડિયા ગેટ અને જંતર મંતર ઉપરાંત દેશના વિવિધ સ્થાનો પર કાર્યક્રમ આયોજીત કર્યો. દેશની રક્ષામાં શહીદ થનારા સૈનિકોની યાદમાં કેન્દ્રીય આર્ય યુવક પરિષદ દ્વારા જંતર મંતર પર શહીદ સ્મૃતિ યજ્ઞનુ આયોજન થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર