કંઝાવલા કાંડમાં મૃત યુવતી અંજલીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. તેમા બતાવ્યુ છે કે અંજલી સાથે રેપ નથી થયો અને તેનુ માથુ અને કરોડરજ્જુ ખરાબ રીતે ડેમેજ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અંજલિના માથા પર, કરોડરજ્જુ અને નીચેના અંગોમાં મોત પહેલા વાગવાથી બ્લીડિંગ થયુ હતુ. બધી ધા વાહન અકસ્માત અને ઢસડવાને કારણે વાગવાથી આશંકા બતાવી છે. આ મામલામાં અંતિમ રિપોર્ટ જલ્દી જ મળશે અને મામલાની તપાસ ચાલુ છે.