ઝારખંડમાં 5 તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, તારીખો જાહેર

શુક્રવાર, 1 નવેમ્બર 2019 (18:17 IST)
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 5 તબક્કામાં યોજાશે. નામાંકન પ્રક્રિયા 6 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે મતની ગણતરી 23 ડિસેમ્બરે થશે.
 
મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા કરતા કહ્યું કે રાજ્ય નક્સલવાદીથી પ્રભાવિત હોવાથી ચૂંટણી 5 તબક્કામાં યોજાશે
 
તેમણે માહિતી આપી કે પ્રથમ તબક્કામાં 30 નવેમ્બરના રોજ મતદાન થશે, જ્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં અનુક્રમે 7, 12, 16 અને 20 ડિસેમ્બરે મતદાન થશે. 13 નવેમ્બર   નામાંકન માટેની છેલ્લી તારીખ રહેશે જ્યારે કે  ચૂંટણીનાં પરિણામો 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે એક ઝારખંડની 81 સભ્યોની વિધાનસભામાં અગાઉ સત્તારૂઢ ભાજપાને 42સીટો મળી હતી. ઝારખંડ મુક્તિ મોરચા 19 સીટો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની હતી  કોંગ્રેસને 6 બેઠકો મળી હતી અને અન્યના ખાતામાં 14 બેઠકો ગઈ હતી.  હાલમાં ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી રઘુવર દાસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર