નોટબંદી જેવુ એક મોટુ પગલું ભરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

બુધવાર, 30 ઑક્ટોબર 2019 (15:49 IST)
મોદી સરકાર ફરી એક વખત નોટબંધી જેવા મોટા પગલા ભરવાની તૈયારી કરી રહી છે. આ વખતે નોટ બંધ નહી થાય પણ કાળા નાણાંની તપાસ માટે લોકો પાસેતેમની પાસે રહેલા સોનાનો હિસાબ માંગવામાં આવશે. 
 
સીએનબીસી-આવાઝના સમાચારો અનુસાર, કાળા નાણાંથી સોનાની ખરીદી કરનારાઓને કાબૂમાં કરવા માટે સરકાર એક વિશેષ યોજના લાવવાની તૈયારી કરી રહી છે. ચેનલ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એમ્નેસ્ટી સ્કીમની જેમ સોનુ ખરીદવા માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકે છે.   આવકવેરાની માફી યોજનાની તર્જ પર સોનું લાવી શકે છે.
 
આ સ્કીમના હેઠળ સોનાની કિમંત નક્કી કરવા માટે વેલ્યુએશાન સેંટર પાસેથી સર્ટિફિકેટ લેવુ પડશે. રસીદ વગરના જેટલા સોનાનો ખુલાસો કરશો તેના પર એક નક્કી માત્રામાં ટેક્સ આપવો પડશે.  આ સ્ક્રીમ એક ખાસ સમય સીમા માટે જ ખોલવામાં આવશે.  સ્કીમ ખતમ થયા પછી નક્કી માત્રાથી વધુ સોનુ જોવા મળશે તો દંડ લાગશે.   એવુ કહેવાય છેકે નાણાકીત મત્રાલયના ઈકોનોમિક અફેયર્સ વિભાગ અને રાજસ્વ વિભાગે મળીને આ સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.  નાણાકીય મંત્રાલયે પોતાના પ્રસ્તાવ કેબિનેટ પાસે મોકલ્યો છે. જલ્દી કેબિનેટ તરફથે તેને મંજુરી મળી શકે છે. 
 
ખરીદતે અને વેચતી વખતે લાગે છે ટેક્સ - સોનુ એક એવી ધાતુ છે જેને ખરીદવા અને વેચતી વખતે આપણને ટેક્સ ચુકવવો પડે છે.  સોનુ ખરીદવાના 36 મહિનાની અંદર તમે તેને વેચો છો તો તમારા પર શોર્ટ ટર્મ કૈપિટલ ગૈન ટેક્સ લાગે છે.  બીજી બાજુ 36 મહિના પછી તેને વેચતા લોંગ ટર્મ કૈપિટલ ગૈન ટેક્સ આપવાનો હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર