બદાયું ડબલ મર્ડર કેસમાં ફરાર જાવેદની ધરપકડ
બદાઉનમાં બે બાળકોની હત્યા કરીને ફરાર થયેલા બીજા આરોપી જાવેદની પોલીસે બરેલીથી ધરપકડ કરી છે. તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ હતું. પ્રથમ આરોપી સાજિદ ઘટનાના થોડા કલાકો બાદ જ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જાવેદની પૂછપરછ બાદ હત્યાનું સાચું કારણ સામે આવવાની આશા છે.
તેમણે કહ્યું હતું કે, સાજિદ નામનો આરોપી આ ઘરમાં આવતો જતો હતો. કાલ સાંજે સાડા સાત વાગ્યે, એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે સીડી પરથી ઘરમાં આવ્યો. ત્યાર બાદ તે ધાબા પર સીધો જતો રહ્યો. ત્યાં જઈને ત્યાં રમતાં બંને બાળકો પર તેણે હુમલો કરી દીધો અને તેમની હત્યા કરી દીધી.
બાળકોના પિતા વિનોદકુમારે આ મામલામાં એફઆઈઆર કરી છે.
આ એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, આરોપી સાજિદે મારાં પત્ની સંગીતાને પોતાની પત્નીની ડિલિવરી માટે પાંચ હજાર રૂપિયા માગ્યા. જ્યારે મારાં પત્ની પૈસા લેવા અંદર ગયાં અને તેમણે મારા પુત્રો આયુષ અને હનીને છત પર બોલાવ્યા.
જ્યારે મારાં પત્ની પૈસા લઈને બહાર આવ્યાં તો તેમણે સાજિદ અને જાવેદને ચાકુ સાથે નીચે આવતા જોયા. મારાં પત્નીને જોઈને તેમણે કહ્યું, મેં આજે મારું કામ કરી દીધું છે. ત્યાર બાદ તેમણે ઘટનાસ્થળ પરથી ભાગવાની કોશિશ કરી.