ભારતનો ભાગ હોત PoK: અમિત શાહ - અમિત શાહે મનીષ તિવારીને સવાલ કરતા કહ્યુ કે જ્યારે આપણી સેના કાશ્મીરમાં વિજયી થઈ રહી હતે અને પાકિસ્તાની કબીલાઈઓને ભગાડ્યા હતા ત્યારે અચાનક શસ્ત્ર વિરામ કોણે કહ્યુ, એ પણ નેહરુજીએ કર્યુ તેને જ કારણે આજે PoK છે. જો સેનાને એ સમયે છૂટ આપવામા6 આવી હોત તો આખુ PoK ભારતનો ભાગ હોત. તેમણે કહ્યુ કે સયુક્ત રાષ્ટ્રમાં આ વિષયને કોઅણ લઈને ગયુ. આકાશવાણી દ્વારા ગૃહ મંત્રીને વિશ્વસમાં લીધા વગર મુદ્દાને UN માં લઈ જવામાં આવ્યો. આ કામ પણ નેહરુજીએ જ કર્યુ હતુ. ધારા 370ને કારણે અલગતાવાદની ભાવનાને પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ભડકાવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે 370થી આ દેશના કાયદાની પહોચ ત્યા જતી નહોતી. સાથે જ 371 મહારાષ્ટ્રના વિકાસ સાથે જોડાયુ છે. તેને અમે કેમ નહી કાઢીએ. આનાથી ક્યાય પણ દેશની અખંડતા અને એકતા અવરોધાતી નથી. તેની 370 સાથે કોઈ તુલના નથી કરી શકાતી. રાજ્યોને કેટલીક સમસ્યાઓને 371માં મુકવામાં આવી છે અને તેની તુલના શક્ય નથી અને અમે તેને બિલકુલ હટાવવા નથી જઈ રહ્યા.