Jaipur Rape case: સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પોલીસ કોઈ પણ કેસની તપાસ કરવામાં અને કોર્ટમાં તેની ચાર્જશીટ દાખલ કરવામાં ઘણો સમય વીતી જાય છે, તેની ટ્રાયલ ચાલતા જતા ઘણા મહિનાઓ લાગે છે. પરંતુ, જયપુરની POCSO કોર્ટે બળાત્કારના કેસમાં માત્ર 9 દિવસમાં ચુકાદો આપીને એક દાખલો બેસાડ્યો છે. પોલીસે માત્ર થોડા કલાકોમાં અપહરણ અને બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી અને માત્ર છ કલાકમાં કોર્ટમાં આરોપીઓ સામે ચલણ રજૂ કર્યું હતું. જયપુર પોલીસે ઝડપી ન્યાયનું આ અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.