પાકિસ્તાનીઓ માટે દેવદૂત બની Indian Navy અરબ સાગરમાં આ રીતે બચાવ્યો જીવ

રવિવાર, 5 મે 2024 (14:07 IST)
Indian Navy ફરી એકવાર ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં મદદ કરીને પાડોશી દેશનું દિલ જીતી લીધું છે. દરિયાની વચ્ચે પાકિસ્તાની નાવિકની તબિયત બગડતાં નૌકાદળે તેને તબીબી સહાય પૂરી પાડીને તેનો જીવ બચાવ્યો હતો. પાકિસ્તાની નાવિક સહિત 20 લોકો માટે ભારતીય નેવી દેવદૂત બની ગઈ છે. ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે અરબી સમુદ્રમાં ચાંચિયાગીરીને રોકવા માટે તૈનાત INS સુમેધા મિશને ઈરાનના એક જહાજને તબીબી સહાય પૂરી પાડી. ઈરાનના આ જહાજમાં 20 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા.
 
નેવીએ કહ્યું કે પેટ્રોલિંગ શિપ INS સુમેધાએ 30 એપ્રિલે આ મદદ પૂરી પાડી હતી. માહિતી મળતાની સાથે જ ઈરાની જહાજ એફવી અલ રહેમાનીને રોકી દેવામાં આવ્યું હતું. તબીબી નિષ્ણાતોની એક ટીમ ઈરાની જહાજ પર ગઈ અને ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક મેડિકલ મદદ પૂરી પાડી, જાણકારી અનુસાર, અરબ સાગરમાં એન્ટીપાયરસી ઑપ્સ માટે તૈનાત મિશને આવા સમયે ઈરાની એફવી (20 પાકિસ્તાની ક્રૂ સાથે)ની મદદ કરી. જ્યારે તે ડૂબવાની અણી પર હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર