ભારતીય સેનાએ વરસાવ્યો કહેર, ઠાર કર્યા પાકિસ્તાનના 7 સૈનિક અને આતંકવાદી, કેપ્ટન પણ ઠાર

શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (16:41 IST)
indian army _image_X
 
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના મુજબ પાકિસ્તાની સેનાના લગભગ 7 સૈનિક અને આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગઈ 4 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓના સમર્થનથી બટ્ટલ સેક્ટરમાં એક ભારતીય સેના ચૌકી પર હુમલો કરવાની કોશિશ કરી કરી હતી. ભારતીય સેનાએ આ કારસ્તાનીનો ભીષણ જવાબ આપ્યો. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અનેક સૈનિક માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે સત્તાવાર માહિતી ફક્ત ક્લેમોર (માઈન વિસ્ફોટ) વિશે સામે આવી છે.  બાકી માહિતીની અત્યાર સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 


ભારતીય સેનાએ  મચાવી તબાહી
અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ભારતીય સૈનિકોએ પાકિસ્તાન દ્વારા ભારતીય ચોકી પર કરવામાં આવેલા હુમલાનો તાત્કાલિક જવાબ આપ્યો. સૈનિકોએ ભારે ગોળીબાર કર્યો જેમાં પાકિસ્તાની બાજુના 5 લોકો માર્યા ગયા. એક કલાક પછી, આતંકવાદીઓની રાહત ટુકડી તેમના માણસોના મૃતદેહ પાછા લેવા આવી. આ સમય દરમિયાન, ભારતીય સેનાએ ફરી એકવાર ઓચિંતો હુમલો કર્યો અને ભારે ગોળીબાર કર્યો.

પાકિસ્તાની સેનાનો કેપ્ટન પણ ઠાર
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની સેના/SSG/આતંકવાદીઓ તરફથી 7 લોકોના મોત થયાના અહેવાલ છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના કેપ્ટન રેન્કના અધિકારી પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. જોકે, ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ તેને નિષ્ફળ બનાવ્યું. પહેલા પાકિસ્તાનીઓ ક્લેમોર લેન્ડમાઈન્સમાં ફસાઈ ગયા અને પછી સતર્ક ભારતીય સૈનિકોએ તેમને ઠાર માર્યા.

પાકિસ્તાને સફેદ ધ્વજ ફરકાવ્યો - સ્ત્રોત
આ સમગ્ર ઘટના બાદ પાકિસ્તાની સેનાએ પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. મળતી માહિતી મુજબ, નિયંત્રણ રેખા તરફનો આખો વિસ્તાર પાકિસ્તાની સેનાથી ઘેરાયેલો છે. પાકિસ્તાની સેનાના બે બ્રિગેડિયર્સ પીઓકે બાજુ ઉભા રહીને પરિસ્થિતિ પર નજર રાખતા જોવા મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જમ્મુના કૃષ્ણા ખીણ વિસ્તારની સામે બટ્ટલ વિસ્તારમાં પાકિસ્તાનની 7 ચોકીઓ પર સફેદ ઝંડા ફરકાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર