સેનાના જવાનો સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો અપલોડ નથી કરી શકતા, લાગી રોક

શનિવાર, 14 જાન્યુઆરી 2017 (12:53 IST)
ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર સેનાના જવાનોને વીડિયો નાખ્યા પછી હવે કડક પગલા લીધા છે. ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક બળોના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે પેરામિલિટ્રી જવાનોના સોશિયલ મીડિયાના ઉપયોગ કરતા પહેલા ડીઝી પાસેથી પરમિશન લેવી પડશે. ગૃહ મંત્રાલય તરફથી આ પગલુ એ માટે ઉઠાવ્યુ જેનાથી દેશની સુરક્ષા અને જવાનોના મનોબળ પર કોએ અસર ન થાય. જો કે તસવીરો અને વિડીયોની જેમ ખાનગી મેસેજ પોસ્ટ કરવા પર કોઇ પ્રતિબંધ નથી.
 
સૂત્રોના જણાવ્યા મુજબ સેનાના કોઈ પણ યુનિટમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને સરકારે કહ્યું છે કે જવાનોએ તેનું કડક પાલન કરવાનું રહેશે. હવેથી જવાનો તસવીરોને ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ કે ઈંસ્ટાગ્રામ પર નહિ મૂકી શકે. જો કે ડ્યુટી પર જવાનોને મોબાઈલ વાપરવાની પહેલા પણ છૂટ નહોતી.
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સેનાના જવાનો સોશિયલ મીડિયા પર વીડિયો પાસ્ટ કરીને તેમને મળતી સુવિધાઓ અંગે ફરિયાદ કરી છે. બીએસએફના એક જવાન તેજબહાદુરે ખરાબ ખાવાના અંગે, સીઆરપીએફના જવાન જીત સિંહે સુવિધા ન મળવા અંગે, એસએસબીના એક જવાને અધિકારી પર તેલ અને રાશન વેચવા અંગે અને યુગપ્રતાપે અધિકારીઓના ઘરે કામ કરવાના આરોપ લગાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો