હિન્દીના પ્રખ્યાત આલોચક અને સાહિત્યકાર નામવર સિંહનુ નિધન

બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (17:01 IST)
. હિન્દીના વિખ્યાત આલોચક અને સાહિત્યાકર નામવર સિંહ(Namvar Singh) નું નિધન થઈ ગયુ. તેમણે દિલ્હીના એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. નામવર સિંહ 93 વર્ષના હતા. સમાચાર એજંસી એએનઆઈ મુજબ નામવર સિંહે મંગળવારની રાત્રે 11.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે નામવર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા. જાન્યુઆરીમાં તેઓ અચાનક પોતાના રૂમમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં લઈ જવામાં આવ્યા. અહી તેમની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે નામવર સિંહ (Namvar Singh)નો જન્મ બનારસના જીયનપુર ગામમાં થયો હતો. હિન્દીમાં આલોચના વિદ્યાને નવી ઓલખ આપનારા નામવર સિંહે હિન્દી સાહિત્યમાં એમએ અને પીએચડીની ઉપાધિ કર્યા પછી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સેવા આપી. ત્યારબાદ તેઓ દિલ્હી આવી ગયા હતા. અહી તેમણે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)મા ભારતીય ભાષા કેન્દ્રીની સ્થાપના કરી અને હિન્દી સાહિત્યને વધુ ઊંચાઈ પર લઈ ગયા. 
 
નામવર સિંહ(Namvar Singh) ના વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે તેમના જન્મદિવસના ઉપલક્ષ્યમાં દિલ્હીના ઈંડિયા ઈંટરનેશનલ સેંટરમાં આયોજીત નામવર સંગ બૈઠકી કાર્યક્રમમાં લેખક વિશ્વનાથ ત્રિપાઠીએ તેમને અજ્ઞેય પછી હિન્દીના સૌથી મોટા સ્ટેટ્સમૈન કહ્યા હત. એ કાર્યક્રમમાં નામવર સિંહના નાના ભાઈ કાશીનાથ સિંહે કહ્યુ હતુ કે હિન્દી આલોચકોમાં પણ આવી લોકપ્રિયતા કોઈને નથી મળી જેવી નામવરજીને મળી. બીજી બાજુ લેખક ગોપેશ્વર સિંહે કહ્યુ હતુ કે નામવર સિંહે પોતાના સમયમાં દેશનું  સર્વોચ્ચ હિન્દી વિભાગ જેએનયૂમાં બનાવ્યુ. અમે અને અમારી પેઢીએ નામવરજીના વ્યક્તિત્વ પરથી ઘણુ બધુ શીખ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર