HIjab Controvercy- હિજાબ વિવાદ: કાલે અહીં બંધનું એલાન

બુધવાર, 16 માર્ચ 2022 (19:11 IST)
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે સ્કૂલો અને કૉલેજોમાં હિજાબ(Hijab) પર લગાવવામાં આવેલી રોક હટાવવાનો ઈનકાર કરી દીધો છે. 
 
કર્ણાટાક હાઈકોર્ટ દ્વારા હિજાબને લઈને આપવામાં આવેલા ચુકાદાથી નારાજ મુસ્લિમ સમાજના નેતાઓએ ગુરુવારે કર્ણાટક બંધનું આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મુસ્લિમ સમાજની વિદ્યાર્થિનીઓ તરફથી દાખલ અરજી ફગાવી દીધી હતી. જેમાં શૈક્ષણિક સંકુલોમાં હિજાબ પહેરવાની માંગ કરવામાં આવી હતી.
 
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું ઈસ્લામ અંતર્ગત ધાર્મિક પ્રથાનો હિસ્સો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર