હાઈકોર્ટનો આદેશ - દંગલના ગીત ડાઉનલોડ નહી કરી શકાય ..

બુધવાર, 21 ડિસેમ્બર 2016 (09:44 IST)
હાઈકોર્ટએ 83 વેબસાઈટની આમિર ખાન અભિનીત આવનારી ફિલ્મ દંગલ પર 280થી વધારે ફિલ્મોના ગીત ડાઉનલોડ કરવા પર રોક લગાવી છે. અદાલતે આ નિર્દેશ જી એંટરટેન્મેંટ લિમિટેડની યાચિકા પર સુનવણી કરતા આપ્યા છે. યાચિકામાં આ વેબસાઈટ પર કૉપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો  છે.
 
ન્યાયમૂર્તિ રાજીવ સહાય એંદલએ તેમના અંતરિમ આદેશમાં ઈંટરનેટ સેવા ભારત સંચાર નિગમ લિમિટેડ, મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ, ભારતી એયરટેલ   લિમિટેડ, રિલાયંસ લિમિટેડ અને વોડાફોન એસ્સાર ગુજરાત લિમિટેડને આ વેબસાઈટના ઉપયોગ કરતા પર તરત રોક લગાવવાનું  કહ્યું છે. 
 
અદાલત એ દૂરસંચાર વિભાગને નોટિસ રજુ  કરી આ આદેશ પર અમુક  સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. અદાલતએ મામલાની સુનવણી ચાર જાન્યુઆરી નક્કી કરી છે. અદાલતે આ બાબતે કેન્દ્ર સિવાય 16 ઈટરનેટ સેવા પ્રદાતાઓ અને 83 વેબસાઈટ અને પાંચ બીજીજ સાઈટ જે ડોમેન માસ્કિંગ સેવાઓ પ્રદાન કરે છે તેને પણ નોટિસ રજુ કરી છે. બધાને તેમના સરનામે નોટિસ મોકલાશે. આદલતે કહ્યું કે જો એક પક્ષીય આદેશ નહી આવ્યો તો વધારે નુકશાન થઈ શકે છે . 

વેબદુનિયા પર વાંચો