રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા હરિયાણા ભાજપે કહ્યું કે તેઓએ રાહુલ ગાંધીના ઘરે જલેબીનું બોક્સ મોકલવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો છે. ફૂડ એગ્રીગેટર એપના સ્નેપશોટ પરથી જાણવા મળ્યું છે કે દિલ્હીના કનોટ પ્લેસ, 24, અકબર રોડ ખાતેની લોકપ્રિય દુકાનમાંથી એક કિલો જલેબી મંગાવવામાં આવી હતી. હરિયાણા બીજેપીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, "હરિયાણાના તમામ ભાજપના કાર્યકરો વતી રાહુલ ગાંધીના ઘરે જલેબી મોકલવામાં આવી છે."