લોકસભામાં મને નથી બોલવા દેતા એટલે જ હું જનસભામાં બોલી રહ્યો છું, હું લોકસભામાં પણ જવાબ આપવાનો પ્રયાસ કરીશ - મોદી

શનિવાર, 10 ડિસેમ્બર 2016 (10:48 IST)
જાણો પીએમ મોદીએ પોતાના સંબોઘનમાં શું કહ્યું.

- 28 વર્ષ પછી કોઈ વડાપ્રધાન બનાસકાંઠામાં પહોંચ્યા નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. નરેન્દ્ર મોદી દ્વારા કાંકરેજ ગાય એ-2 અમૂલ દૂધ પ્રોજેક્ટસ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ, અત્યાધુનિક ચીઝ અને વ્હે-પ્લાન્ટ સહિત કુલ છ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

- મોદીએ નોટબંધીને લઇને કહ્યું હતું કે, આઠમી નવેમ્બર બાદ જેમણે નવા પાપ કર્યાં છે તેઓ બચી નહીં શકે. સમય આવ્યો છે કે ગુજરાત હવે ‘સ્વીટ ક્રાંતિ’નું નેતૃત્વ કરે. તેમણે ખાસ કહ્યું હતું કે મને લોકસભામાં બોલવા દેવાતો નથી, સમય આવ્યે સંસદમાં વિપક્ષના આરોપોનો જવાબ આપીશ.આજે જમાનો બદલાઈ ચૂકયો છે.

- આપણા દાદા-દાદી કહેતા કે અમારા જમાનામાં ચાંદીના ગાડા-ગાડા ભરીને રૂપિયા હતા. ભાઈઓ-બહેનો ચાંદીના રૂપિયાથી બદલાતા બદલાતા ધીરે-ધીરે કાગળના ચલણમાં આવી ગયા. હવે સમય વહી ગયો તમારા મોબાઈલમાં જ બેન્ક આવી ગઈ છે.

- ભાઈઓ-બહેનો ભારતમાં દુનિયા તેજ ગતિથી આગળ વધવા માંગે છે. પરંતુ આ નોટોના ઢગલા અને નોટોના પહાડ અર્થતંત્રને દબોચી રહ્યાં છે. તેને ડામવા જરૂરી છે. હવે તમારી બેન્ક તમારા મોબાઈલમાં જ છે.મોદી મેં પહેલાં જ દિવસથી કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય સામાન્ય નથી, બહુ જ અઘરો છે. મેં કહ્યું હતું કે બહુ જ તકલીફ પડશે, મુસીબતો આવશે. 50 દિવસ આ તકલીફ થશે જ થશે.

- તકલીફ લોકોમાં વધતી જ જશે. પરંતુ 50 દિવસ બાદ ધીમે-ધીમે સ્થિતિ થાળે પડશે. 50 દિવસ પછી તમે જો જો તમારી આંખ સામે પરિસ્થિતિ સુધરતી જશે. દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે અત્યારે સરકાર બરાબર પાછળ પડી છે બેન્કવાળાઓ જેલમાં જવા લાગ્યા છે, કારણ કે મોદીએ પાછલા દરવાજે પણ કેમેરા લગાવ્યા છે. કોઇને છોડાશે નહીં. જેમને 8 તારીખ પછી પાપ કર્યા છે તે કોઇ કાળે બચશે નહીં. તેમને સજા ભોગવવી જ પડશે. એ લોકો બચવાના નથી. ભાઈઓ-બહેનો

- તમે મુસીબત ઝીલી છે, હજુ ઝીલવાની છે. ઇમાનદાર પોતાના માટે નહીં દેશ માટે લાઇનમાં ઉભા છે.મોદીઆપણા દેશના રાષ્ટ્રપતિ સાર્વજનિક જીવન જીવનારા લોકોમાંથી રહ્યાં છે. પરંતુ દેશની સંસદમાં જે ચાલી રહ્યું છે તે જોઇને બે દિવસ પહેલાં તેમણે સાંસદોને નામ દઇને ટોકવા પડ્યા. હું પરેશાન છું.

- લોકસભામાં મને નથી બોલવા દેતા એટલે જ હું જનસભામાં બોલી રહ્યો છું. હું લોકસભામાં પણ જવાબ આપવાનો પ્રયાસ કરીશ.આપણે તો પાડોશમાં રહીએ છીએ એટલે આપણને ખબર છે કે આતંકવાદ શું છે. નકલી નોટનો વેપાર દેશની બહાર ધમધમતો હતો. 70 વર્ષ સુધી ઇમાનદારોને લૂંટ્યા હતા. ઇમાનદારોને ભડકાવવામાં આવતા હતા.

- હાલ આખા દેશમાં એક વાતની ચર્ચા ચાલી રહી છે, નોટોનું શું થશે? તમે મને કહો 8મી તારીખ પહેલાં 100 રૂપિયાની નોટની કોઇ કિંમત હતી, 50ની 20ની નોટની કોઇ કિંમત હતી. છોટાને કોઇ પૂછતું હતું. 1000-500 જ બોલતા હતા. હવે 100-50મા તાકત આવી ગઈ છે. 1000-500ની ગણતરી થતી હતી હવે નાની નોટોની તાકત વધી ગઈ.

- મધમાખી પાલન અને ઉછેર માટે ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે. મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ડેરીનું નેટવર્ક છે, ખેડૂતોની સમિતિઓ બનેલી છે દૂધની સાથો સાથ ખેતીમાં મધઉછેર પાલન કરશે તો તેવી જ રીતે મધ ભરવા પણ જશે. શ્વેતક્રાંતિની જેમ સ્વીટક્રાંતિ પણ સર્જાશે. મધનું બહુ મોટું માર્કેટ છે.પીએમએ સભાને સંબોધતાં વધુમાં કહ્યું કે આજે ડ્રીપઇરિગેશનમાં બનાસકાંઠા ગુજરાતમાં નંબર વન પર છે. મને યાદ છે કે ખેડૂતો માટેના એક કાર્યક્રમમાં બનાસકાંઠામાં આવ્યો હતો. તમે જોજો દાડમની ખેતીમાં બનાસકાંઠામાં આગળ નીકળી જશે. એક ગામના ગેનાજીએ કમાલ કરી છે. પ્રગતિશીલ ખેડૂતના રૂપમાં પોતાની છબી ઉભી કરી છે.

વેબદુનિયા પર વાંચો